બાલાસિનોર તાલુકાના આઇકોનીક સ્થળ રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્ક ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્ર્મ યોજાયો
આજે નૂતનવર્ષના પ્રારંભે તા.૦૧ જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં ૧૦૮ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું..મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના આઇકોનીક સ્થળ રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્ક ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.નવા વર્ષના પ્રારંભે સૂર્યની પ્રથમ કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મોઢેરા સૂર્યમંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

