કપડવંજ તાલુકાના વ્યાસ વાસણા પે સેન્ટર શાળામાં ધોરણ ૮ના વિધાર્થીઓનો ભાવુક વિદાય સમારંભ યોજાયો

ફાગણવદ અગિયારસના શુભ દિવસે અત્રેની કપડવંજ તાલુકાના વ્યાસ વાસણા પે સેન્ટર શાળામાં ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયેલ તેમાં ધોરણ ૭ માં અભ્યાસ કરતા બાળકોએ તેમના સિનિયર બાળકો દ્વારા કરેલ વિશિષ્ટ પ્રવૃત્તિઓ તેમજ તેમની સાથે અનુભવેલ સ્મૃતિપ્રસંગો વર્ણવ્યા તો વિદાય લઈ રહેલ ધોરણ ૮ના બાળકોએ શાળામાં મેળવેલ શિક્ષણ અને શિક્ષકોના હકારાત્મક પ્રયત્રો-પ્રોત્સાહન અંગે વિસ્તૃત વર્ણન કર્યું.