નડિયાદ તાલુકામાં 7 ઈંચ, કપડવંજ-કઠલાલમાં 5-5 ઈંચ વરસ્યો વરસાદ
નડિયાદમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી
શ્રાવણ માસના અંતમાં અમાસના દિવસે અને ભાદરવાની શરૂઆતમાં મેઘરાજા બીજા રાઉન્ડમાં પ્રવેશી ફરી સૌને તરબોળ કરી રહ્યા છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં દિવસ દરમિયાન છુટાછવાયા સ્થળોએ ઝરમર વરસાદ વરસ્યો હતો. મોડી સાંજે નડિયાદમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી હતી અને ગાજવીજ સાથે નડિયાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથે વરસાદ વરસતા નડિયાદ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જૌકે વરસાદ બંધ રહેતા કેટલીક જગ્યાએ આ પાણી ઓસરી પણ ગયા હતા.

